હું કશું પણ કહું તો એ કહેશે કે, ‘હા’,
આવા સગપણને હવે ક્યાં રાખવા ?
સિક્કા ખિસ્સામાં છે તારી યાદના,
રોજ થોડા-થોડા લઉં છું કામમાં.
બંધ કરતામાં થશે ભેળાં છતાં,
તું તિરાડ જ જો, હું જોઉં બારણાં.
આયના, તડકો – ઉભયના ભાસમાં
હું મને શોધી શક્યો ન જાતમાં.
ચિત્ત, આંખો, દિલ- બધું બારીએ છે,
આ જે ઘરમાં છે, શું હું છું ? ના રે ના…
વહી ગયેલાં પાણી ભરવાં શક્ય છે?
તું ગઝલ લખ, છોડ પદ નરસિંહના.
1 comments:
હું કશું પણ કહું તો એ કહેશે કે, ‘હા’,
આવા સગપણને હવે ક્યાં રાખવા ?
કમલ,મને તો લાગે છે એજ પ્રેમ છે.
જેમાં પ્રેમાસ્પદની મરજી તેની મરજી હોય,
તેની જ હામા હા હોય…
તેરી રજાભી કબુલ તેરી કઝાભી કબુલ.
————————
સિક્કા ખિસ્સામાં છે તારી યાદના,
રોજ થોડા-થોડા લઉં છું કામમાં.
એ યાદનાં સિક્કાો નીત્ય વર્ધમાન છે!
વાપરો છૂટથી તેમ તેમ વધશે!
——————–
બંધ કરતામાં થશે ભેળાં છતાં,
તું તિરાડ જ જો, હું જોઉં બારણાં.
…પ્રેમ પંથમાં તો …
તિરાડમાંથી જ પ્રેમીને મળવા જવાનું છે!
એટલી સાંકડી જગ્યા…
…ગોયા,દૂસરા નહીં હોતા!
—————————–
આયના, તડકો – ઉભયના ભાસમાં
હું મને શોધી શક્યો ન જાતમાં.
જે દિ શોધી શકશે તે દિ દોડાદોડા બંધ થઈ જશે.
“નથી નાર ત્યજી વન સચરતા
મળે ન આપ ન ખોળે…”
————————-
ચિત્ત, આંખો, દિલ- બધું બારીએ છે,
આ જે ઘરમાં છે, શું હું છું ? ના રે ના…
કાશ, એ “હુ” નીકળૅ
—————————
વહી ગયેલાં પાણી ભરવાં શક્ય છે?
તું ગઝલ લખ, છોડ પદ નરસિંહના.
…હા,ચોક્કસ સામાન્ય વિજ્ઞાન પણ કહે છે
તેનૂ બાષ્પિભવન થઈ વહી ગયેલાં પાણી
પણ ફરી આવશે…અને ભલા,ગઝલ પણ
ચિત્કારની નહીં પણ અવચર્નિય પ્રેમ વર્ણવાનો
પ્રયાસ જ છે -
…ને એમાં છોડવાનું નથી,
માફ કરજો...સહજતાથી લખાઈ ગયું…
વ્યંજનાથી ભરપૂર સુંદર રચના માણી.
Post a Comment