ઊઠ્યો સૂરજ
પથારીમાંથી મોડો
રવિવાર ને !
ઝોકા મારતી
ઊંઘની ગોળીઓ ને
દર્દી જાગતો
વાદળ પીંછી
ચિતરાઈ ધરતી
લીલા વોશમાં
ડામર રોડે
ઢળી રાત વહેલી
બલ્બ - તારાઓ !
દિલ - ખેતરે
ઊર્મિ પવને હલે
લાગણી રોપાં
સૂરજ ડૂબ્યો
પીધું તેજ ધરાએ
થોડું મેં પણ !
ઈચ્છાઓને ક્યાં થોભ હોય છે?
હદ એની માત્ર, જમીનથી આભ છે..
ક્યારેક ખીલે છે, ક્યારેક મુરજાય છે,
આખરે દિલનાં ઓરડામાં જ પુરાય છે...
સાચું કે એ મારી છે
ફરક માત્ર એટલો કે
એ બીજા નામથી ઓળખાય છે.
દિવસભર તો એ લાકડાનું ઘર બંધાય છે
નહીં માનો તમે , રાત્રે એનું જ તાપણું થાય છે.
કીકીમાં મારી કાચનાં મહેલો કંડારાય છે,
રોજ ચોળું છું મારી આંખો
તૂટેલી કરચો ખૂંચાય છે.
ઈચ્છાઓને ક્યાં થોભ હોય છે,
આજ હોય છે ને કાલે બદલાય છે
"કમલ"ને કહો કે...
એ ખોટેખોટો હરખાય છે.


છલોછલ જંગલમાં કિરણોની પગદંડી ઉપરતરુનાં પગલાં ક્યાં કદી ભૂંસી શકાય છે?સમય ને ક્ષણના સોય-દોરાથીઆ દિલનાં ઘાવ ક્યાં કદી સાંધી શકાય છે?વજ્ર હોય શરીર ને, હોય પત્થરની કીકીતોય ઊર્મિઓના આવેગ અને પ્રેમનાં આંસુક્યાં કદી રોકી શકાય છે?એક નજરમાં લાગે કે બધું સમજી ગયા તમેજરા બીજીવાર નજર મિલાવજોસ્ત્રીના મનને ક્યાં કદી કળી શકાય છે?શું તારે મહત્ત્વાકાંક્ષાના આકાશમાંઇચ્છાઓના તારા તોડવા છે?માફ કરજે દોસ્ત,કલ્પનાઓની પાંખો લઇનેક્યાં કદી ઊડી શકાય છે?લ્યો આ રહ્યું ફૂલને તેની ઉપરનું ઝાંકળયાદ આવી ગયું જે કશુંક 'કમલ'તે ક્યાં કદી ભૂલી શકાય છે?

કમલનું ગુજરાતી વિશ્વ ! Blak Magik is Designed by productive dreams for smashing magazine Bloggerized by Blogger Template © 2009